સ્ટાઇલ મંત્રઃ ઓલ ટાઈમ હોટ ફેવરિટ ટ્રેન્ડી લુક આપતાં બ્રેસલેટ

સ્ટાઇલ મંત્રઃ ઓલ ટાઈમ હોટ ફેવર...

આજની યુવા પેઢીથી લઈને મહિલાઓમાં બ્રેસલેટ પહેરવાની ફેશન ખૂબ જ લોકપ્રિય બની ગઈ છે. હાથ પર પહેરાતું આ એક આભૂષણ કે એસેસરી વ્યક્તિના લુકમાં સ્ટાઈલિશ ટચ આપે છે. સમય સાથે બ્રેસલેટના અનેક પ્રકારો ટ્રેન્ડમાં આવ્યા છે, જે વ્યક્તિના સ્વભાવ, પહેરવેશ અને પ્રસંગ પ્રમાણે અલગ-અલગ રીતે પસંદ કરવામાં આવે છે.

આજની યુવા પેઢીથી લઈને મહિલાઓમાં બ્રેસલેટ પહેરવાની ફેશન ખૂબ જ લોકપ્રિય બની ગઈ છે. હાથ પર પહેરાતું આ એક આભૂષણ કે એસેસરી વ્યક્તિના લુકમાં સ્ટાઈલિશ ટચ આપે છે. સમય સાથે બ્રેસલેટના અનેક પ્રકારો ટ્રેન્ડમાં આવ્યા છે, જે વ્યક્તિના સ્વભાવ, પહેરવેશ અને પ્રસંગ પ્રમાણે અલગ-અલગ રીતે પસંદ કરવામાં આવે છે.
• ચાર્મ બ્રેસલેટ: આ બ્રેસલેટમાં નાના-નાના ચાર્મ્સ પેન્ડન્ટ જેવી ડિઝાઇનમાં જોડાયેલા હોય છે. તેમાં દિલ, તારલા, પ્રાણી કે લકી ચાર્મ જેવા આકર્ષક આકાર હોય છે. ખાસ કરીને કોલેજ ગોઇંગ ગર્લ અને ટીનેજર્સમાં આ પ્રકારનાં બ્રેસલેટ ખૂબ પ્રખ્યાત છે, કારણ કે તે તેમની પર્સનાલિટી બતાવે છે.
• બીડેડ બ્રેસલેટઃ મણકા વડે બનેલા આ બ્રેસલેટ યુવા પેઢીમાં ખાસ્સાં લોકપ્રિય છે. વિવિધ રંગો અને સ્ટોન વડે બનેલાં આ બ્રેસલેટ કેઝ્યુઅલ લુક માટે આદર્શ છે. બીડેડ બ્રેસલેટમાં નાના-મોટા મણકાનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં સૌથી વધારે બ્લેક મણકા ટ્રેન્ડમાં છે.
• બેંગલ બ્રેસલેટઃ પરંપરાગત અને આધુનિક બન્ને અંદાજમાં ઉપલબ્ધ આ બ્રેસલેટ મેટલથી બનેલાં હોય છે. સોના-ચાંદી કે ફેશન મેટલમાંથી બનેલાં બેંગલ બ્રેસલેટ ભારતીય વસ્ત્રો સાથે સરસ લાગે છે. એમાં સિલ્વર, ગોલ્ડનો પણ સમાવેશ થાય છે.
• કફ બ્રેસલેટઃ કફ બ્રેસલેટ પહોળાં અને ખુલ્લા હોય છે. તેથી હાથમાં આસાનીથી પહેરાઈ જાય છે અને ટ્રેન્ડી તેમજ મોડર્ન લુક આપે છે. ફોર્મલ અને પાર્ટી બંને પ્રકારના લુક માટે કફ બ્રેસલેટ યોગ્ય છે.
• લેધર બ્રેસલેટ: લેધરથી બનેલાં આ બ્રેસલેટ કાળા, બ્રાઉન કે મલ્ટિકલરમાં બનેલાં હોય છે. તે સ્ટાઈલિશ અને સ્પોર્ટી લુક આપે છે. ટીનએજરથી લઇને કોલેજ ગોઇંગ યુવતીઓ લેધર બ્રેસલેટ પહેરે છે.
• ફ્રેન્ડશિપ બ્રેસલેટઃ યુવાનોમાં મિત્રતા દર્શાવવા આ બ્રેસલેટ લોકપ્રિય છે. રંગીન દોરી કે થ્રેડ વડે બનેલાં આ બ્રેસલેટ સરળ હોવા છતાં દિલની લાગણી દર્શાવે છે.
• પર્લ બ્રેસલેટ: મોતીની ગૂંથણી વડે બનેલાં આ બ્રેસલેટ સૌમ્ય અને રોયલ લુક આપે છે. ખાસ કરીને મહિલાઓ માટે તે પાર્ટી, લગ્ન કે ખાસ પ્રસંગોમાં એક અનોખો સ્પર્શ આપે છે. વિવિધ ડિઝાઈનમાં અવેલેબલ છે.

સ્ટાઇલ મંત્રઃ ઓલ ટાઈમ હોટ ફેવર...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.