હોમ ડેકોરઃ સુંદર ગાલીચાની સરળતાથી જાળવણી કરો

હોમ ડેકોરઃ સુંદર ગાલીચાની સરળ

કોઈ ગૃહિણી હોય કે વર્કિંગ વુમન, જ્યારે ઘરની સફાઇની વાત આવે ત્યારે કોઈ કસર બાકી નથી રાખતી. ઘરમાં એક યા બીજી રીતે ધૂળ તો આવે જ છે. ઘરનું સૌંદર્ય વધારવામાં ગાલીચો ખાસ ભૂમિકા ભજવે છે. પરંતુ જો આ જ ગાલીચા પર ડાઘ પડી જાય તો તેના આખા સૌંદર્યનો સત્યાનાશ થઈ જાય છે. ગાલીચા પર ક્યારેક ચીજવસ્તુ કે પ્રવાહીના ડાઘ પડી જાય ત્યારે તો તે ખૂબ જ ગંદો દેખાય છે.

કોઈ ગૃહિણી હોય કે વર્કિંગ વુમન, જ્યારે ઘરની સફાઇની વાત આવે ત્યારે કોઈ કસર બાકી નથી રાખતી. ઘરમાં એક યા બીજી રીતે ધૂળ તો આવે જ છે. ઘરનું સૌંદર્ય વધારવામાં ગાલીચો ખાસ ભૂમિકા ભજવે છે. પરંતુ જો આ જ ગાલીચા પર ડાઘ પડી જાય તો તેના આખા સૌંદર્યનો સત્યાનાશ થઈ જાય છે. ગાલીચા પર ક્યારેક ચીજવસ્તુ કે પ્રવાહીના ડાઘ પડી જાય ત્યારે તો તે ખૂબ જ ગંદો દેખાય છે.
ઘરમાં બાળક નાનું હોય તો ગાલીચા પર કંઈ ખાવાની વસ્તુ ઢોળાય અથવા અન્ય કંઇ ઢોળાય તેના ડાઘ પડી જાય છે, જે સાફ થતાં નથી. ઘરમાં પાળતુ કૂતરા કે બિલાડી જેવાં પ્રાણીઓ હોય ત્યારે તેમની રુવાંટી (વાળ) પણ ગાલીચા પર ખરતી રહેતી હોય છે. આવી પરિસ્થિતિમાં પ્રોફેશનલ ક્લિનિંગ વારંવાર તો શક્ય ન બની શકે. આ સંજોગોમાં આવો આપણે ઘરે જ અમુક ઉપાયો અજમાવીને તમારા પ્રિય અને મોંઘા ગાલીચાનું આયુષ્ય વધારીએ.
અહીં દર્શાવેલા કેટલાક ઘરેલુ અને સરળ ઉપાય અપનાવી ગાલીચાને સાફ કરી શકો છો. એનાથી સમય બચશે અને લાંબા સમય સુધી ગાલીચો નવા જેવો રહેશે.
લીંબુનો રસ કાઢી લઇને તેની છાલને એકદમ સૂકવી લો અને પછી મિક્સરમાં ક્રશ કરી લો. તેને કોર્નફ્લોર સાથે મિક્સ કરી આખા ગાલીચા પર છાંટો. તે પછી મુલાયમ બ્રશથી હળવા હાથે ગાલીચાના રેસા ઘસો. તે પછી તેને આખી રાત અથવા બે-ત્રણ કલાક રહેવા દો. કોર્નફ્લોર અને લીંબુની છાલ ગંદકી અને દુર્ગંધ શોષી લેશે. થોડા કલાક પછી કે બીજા દિવસે વેક્યૂમ ક્લીનરથી ગાલીચાને સાફ કરી લો.
બીજા ઉપાય તરીકે લીંબુનો રસ અને પાણીને એક વાટકીમાં મિક્સ કરો. આ મિશ્રણને સ્પ્રે બોટલમાં ભરીને ડાઘા પર સ્પ્રે કરો. પાંચ-દસ મિનિટ પછી ચોખ્ખા કપડા અથવા સ્પોન્જથી અંદરથી બહારની તરફ આવે એમ ઘસો. આનાથી ડાઘ પ્રસરશે નહીં. પછી સ્વચ્છ ભીના કપડાંથી એ જગ્યા લૂછી તેને એકદમ કોરું થઇ જવા દો. આટલું કરશો તો તમારા પ્રિય કે મોંઘા ગાલીચાને ઓછી મહેનતે અને સરળતાપૂર્વક ચોખ્ખા અને નવાનક્કોર રાખી શકશો.

હોમ ડેકોરઃ સુંદર ગાલીચાની સરળ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.