‘ટેસ્લા બેબી’ઃ ચાલતી કારની ફ્રન્ટ સીટ પર ડિલીવરી

‘ટેસ્લા બેબી’ઃ ચાલતી કારની ફ્

ચાલતી કારની ફ્રન્ટ સીટ પર મહિલાએ પોતાના બાળકને જન્મ આપ્યો છે. આ ચોંકાવનારી ઘટના અમેરિકાના ફિલાડેલ્ફિયામાં બની છે. મહિલા ટેસ્લા કારમાં પ્રવાસ કરતી હતી અને તેને લેબર પેઇન શરૂ થયું હતું. ત્યારબાદ મહિલાના પતિએ કારને ઓટોપાઇલટ મોડમાં મૂકી અને ચાલતી કારમાં જ તેની ડિલીવરી થઈ ગઈ. દુનિયાનો આ પ્રકારનો પહેલો મામલો મનાય છે. મહિલાએ બાળકીને ચાલતી ટેસ્લા કારમાં જન્મ આપ્યો હોવાથી લોકો તેને ‘ટેસ્લા બેબી’ના નામે ઓળખાવી રહ્યા છે.

વોશિંગ્ટનઃ ચાલતી કારની ફ્રન્ટ સીટ પર મહિલાએ પોતાના બાળકને જન્મ આપ્યો છે. આ ચોંકાવનારી ઘટના અમેરિકાના ફિલાડેલ્ફિયામાં બની છે. મહિલા ટેસ્લા કારમાં પ્રવાસ કરતી હતી અને તેને લેબર પેઇન શરૂ થયું હતું. ત્યારબાદ મહિલાના પતિએ કારને ઓટોપાઇલટ મોડમાં મૂકી અને ચાલતી કારમાં જ તેની ડિલીવરી થઈ ગઈ. દુનિયાનો આ પ્રકારનો પહેલો મામલો મનાય છે. મહિલાએ બાળકીને ચાલતી ટેસ્લા કારમાં જન્મ આપ્યો હોવાથી લોકો તેને ‘ટેસ્લા બેબી’ના નામે ઓળખાવી રહ્યા છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, ફિલાડેલ્ફિયાની રહેવાસી આ મહિલાનું નામ યિરાન છે. તે પોતાના પતિ કીટિંગ સાથે ત્રણ વર્ષના દીકરાને સ્કૂલે મૂકવા જઈ રહી હતી. આ દરમિયાન કારની ફ્રન્ટ સીટ પર બેઠેલી યિરાનને પ્રસવ પીડા શરૂ થઈ ગઈ. આ જોઇને મહિલાના પતિએ કારને હોસ્પિટલ તરફ હંકારી દીધી. રસ્તામાં ખૂબ જ ટ્રાફિક હતો જેના કારણે હોસ્પિટલ પહોંચવામાં મોડું થઈ ગયું. આ દરમિયાન કીટિંગે કારને ઓટોપાઇલોટ મોડ પર મૂકીને યિરાનની મદદ કરવા લાગ્યો. કપલને ઘરેથી હોસ્પિટલ સુધી પહોંચવામાં અડધો કલાક લાગ્યો હતો પરંતુ આ દરમિયાન જ યિરાને કારની અંદર જ બાળકને જન્મ આપી દીધો. સોશિયલ મીડિયા યૂઝર્સ બાળકીને પહેલી ‘ટેસ્લા બેબી’નું નામ આપી રહ્યા છે.

‘ટેસ્લા બેબી’ઃ ચાલતી કારની ફ્
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.