‘નાસા’ની ટ્રેનિંગ પૂરી કરી પ્રથમ મહિલા ભારતીય એસ્ટ્રોનોટ બની આંધ્રની જ્હાન્વી

હાલ ઉત્તર પ્રદેશના શુભાંશુ શુક્લા અંતરિક્ષમાં વિહાર કરી રહ્યા છે અને જો બધું સમુસૂતરું પાર પડ્યું તો હવે આંધ્ર પ્રદેશની દાંગેતી જ્હાન્વી અંતરિક્ષમાં પહોંચશે. આંધ્ર પ્રદેશની 23 વર્ષની દાંગેતી જ્હાન્વી NASAનો ઇન્ટરનેશનલ એર એન્ડ સ્પેસ પ્રોગ્રામ પૂરો કરનાર પ્રથમ ભારતીય એસ્ટ્રોનોટ બની છે. આ સાથે તે અમેરિકામાં એસ્ટ્રોનોટ કેન્ડિડેટ (ASCAN) ફોર ટાઈટન્સ સ્પેસ તરીકે પસંદ થઇ છે અને તેની અવકાશની સફર માટેનો માર્ગ મોકળો થયો છે. એક અહેવાલ પ્રમાણે જ્હાન્વી 2029માં અવકાશની સફરે જશે.

અમરાવતીઃ હાલ ઉત્તર પ્રદેશના શુભાંશુ શુક્લા અંતરિક્ષમાં વિહાર કરી રહ્યા છે અને જો બધું સમુસૂતરું પાર પડ્યું તો હવે આંધ્ર પ્રદેશની દાંગેતી જ્હાન્વી અંતરિક્ષમાં પહોંચશે. આંધ્ર પ્રદેશની 23 વર્ષની દાંગેતી જ્હાન્વી NASAનો ઇન્ટરનેશનલ એર એન્ડ સ્પેસ પ્રોગ્રામ પૂરો કરનાર પ્રથમ ભારતીય એસ્ટ્રોનોટ બની છે. આ સાથે તે અમેરિકામાં એસ્ટ્રોનોટ કેન્ડિડેટ (ASCAN) ફોર ટાઈટન્સ સ્પેસ તરીકે પસંદ થઇ છે અને તેની અવકાશની સફર માટેનો માર્ગ મોકળો થયો છે. એક અહેવાલ પ્રમાણે જ્હાન્વી 2029માં અવકાશની સફરે જશે.

આંધ્ર પ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લાના પલાકોલ્લુ ટાઉનની વતની જ્હાન્વીએ એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે, ‘હું અવકાશમાં જઈ રહી છું. હું આ ઘોષણા કરતા ખૂબ ગર્વ અને રોમાંચ અનુભવું છું કે એસ્ટ્રોનોટ કેન્ડિડેટ ફોર ટાઈટન્સ સ્પેસ - ઈનોગ્યુરલ ક્લાસ 2025’ માટે મારી સત્તાવાર રીતે પસંદગી થઈ છે.’
તેણે એમ પણ કહ્યું કે પ્રારંભિક મિશન 2029માં નિર્ધારિત છે, જે પાંચ કલાકની ટાઇટન્સ સ્પેસ ઓર્બિટલ ફ્લાઈટ હશે, જેમાં ત્રણ કલાકની ઝીરો ગ્રેવિટી પણ સામેલ છે. આંધ્ર પ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રબાબુ નાયડૂના પુત્ર અને રાજ્યના આઈટી પ્રધાન નારા લોકેશે જ્હાન્વીને અભિનંદન આપતા જણાવ્યું હતું કે પશ્ચિમ ગોદાવરીથી ‘નાસા’ના ઇન્ટરનેશનલ એર એન્ડ સ્પેસ પ્રોગ્રામ સુધીની તેની સફર યુવા ભારતીયોની ટેલેન્ટ અને તેમના દંઢસંકલ્પનો પુરાવો છે.

દાદીમાની વાર્તાઓ સાંભળીને અંતરિક્ષ પ્રવાસનું સપનું સેવ્યું
જ્હાન્વીના કહેવા પ્રમાણે તે નાની હતી ત્યારે તેના દાદીમા તેને ચંદ્ર ઉપર રહેતી એક સ્ત્રીની વાર્તા સંભળાવતા હતા. તેથી જ્હાન્વીને વિચાર આવ્યો કે ચંદ્ર પર જઇને જોવું જોઇએ કે આખરે ત્યાં શું છે? સાથે જ તે હંમેશા એમ પણ વિચારતી કે ચંદ્ર આપણો પીછો કેમ કરે છે? આ રીતે તેનું એસ્ટ્રોનોટ બનવાનું સપનું શરૂ થયું અને તેણે તે સપનું સાકાર કરવા મહેનત ચાલુ કરી દીધી. આજે તેની મહેનત રંગ લાવી છે. તેણે ‘નાસા’ના આગામી અંતરિક્ષયાત્રિકોની યાદીમાં સ્થાન મેળવ્યું છે.

‘નાસા’ની ટ્રેનિંગ પૂરી કરી પ્રથમ મહિલા ભારતીય એસ્ટ્રોનોટ બની આંધ્રની જ્હાન્વી
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.