અમૃતસરી કુલચા

અમૃતસરી કુલચા...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન

સામગ્રી: મેંદો - ૧ કપ • ખાંડ - અડધી ચમચી • બેકિંગ પાઉડર - ૧ ચમચી • બેકિંગ સોડા - પા ચમચી • દહીં - પા કપ • મીઠું - સ્વાદ મુજબ
(સ્ટફિંગ માટે) બાફેલા બટાકા - ૪ નંગ • છીણેલું પનીર - પા કપ • ઝીણું સમારેલું લીલું મરચું - ૧ નંગ • લાલ મરચું પાઉડર - ૧ ચમચી • ગરમ મસાલો - પા ચમચી • છીણેલું આદું - અડધી ચમચી • આમચૂર પાઉડર-પા ચમચી • અજમો - પા ચમચી • સમારેલી કોથમીર - ૪ ચમચી • મીઠું - સ્વાદ મુજબ • કાળાં તલ - ૧ ચમચી
રીત: મેંદાને ચાળી લો અને તેમાં ખાંડ, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા, દહીં, મીઠું ઉમેરીને હૂંફાળાં પાણીથી રોટલી જેવો લોટ બાંધો. ઢાંકીને બે કલાક રહેવા દો. હવે એક મોટા બાઉલમાં બાફેલા બટાકાને મેશ કરી નાંખો. ઉપરોક્ત બાકીની સામગ્રી ઉમેરો અને મિક્સ કરી લો. હવે કુલચા બનાવવા માટે રોટલી વણો. તેમાં બટાકાનું સ્ટફિંગ મૂકીને મૂકી વણી લો. તેના પર કાળા તલ અને સમારેલી કોથમીર છાંટીને ફરી એક વેલણ ફેરવી દો. રોટલીને પાણીથી ગ્રીસ કરીને ગરમ તવી પર બંને બાજુ ૨થી ૪ મિનિટ સુધી ધીમી આંચ પર રાંધો. બટર લગાવી અને ગરમ ગરમ સર્વ કરો.

અમૃતસરી કુલચા...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.