આંધ્ર પ્રદેશની ઉગ્ગાની

આંધ્ર પ્રદેશની ઉગ્ગાની...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

સામગ્રી: મમરા - 4 કપ • સમારેલી ડુંગળી -1 નંગ • સમારેલું ટામેટું - 1 નંગ • સમારેલાં લીલાં મરચાં - 2 નંગ • વઘાર માટે તેલ - 2 ચમચી • રાઈ - અડધી ચમચી • જીરું - અડધી ચમચી • ચણા દાળ - 1 ચમચી • અડદ દાળ - 1 ચમચી • હળદર - પા ચમચી • લીમડાના પાન - 5થી 7 • હિંગ - ચપટી • લીંબુ રસ - 2 ચમચી • મીઠું - સ્વાદ મુજબ • સમારેલી કોથમીર • શેકેલા સીંગદાણા • સ્પેશિયલ મસાલો પપ્પુલા પોડી બનાવવા આ સામગ્રી ભેગી કરીને મિક્સરમાં પીસી લોઃ દાળિયા - 3 ચમચી • સૂકું છીણેલું કોપરું - 2 ચમચી • લસણ - 4 કળી • લાલ મરચું પાઉડર - અડધી ચમચી
રીત: એક મોટા વાસણમાં પાણી લો તેમાં મમરા નાખો. મમરાને એકાદ મિનિટ માટે પલાળી ત્યારબાદ હાથથી દબાવીને બધું પાણી નીચોવી વાસણમાં કાઢી લો. કડાઈમાં તેલ ગરમ કરી રાઈ, જીરું, ચણા દાળ, અડદ દાળ અને હિંગનો વઘાર કરો. દાળ ગુલાબી થાય એટલે લીમડો, લીલાં મરચાં અને ડુંગળી સાંતળો. ડુંગળી નરમ થાય એટલે ટામેટાં-હળદર ઉમેરી ચઢવા દો. હવે નીચોવેલા મમરા અને મીઠું ઉમેરો. તૈયાર કરેલો સ્પેશિયલ મસાલો પપ્પુલા પોડી ઉમેરો. આ મસાલો જ ઉગ્ગાનીનો અસલી સ્વાદ છે. બધું બરાબર મિક્સ કરીને 2 મિનિટ ધીમા તાપે થવા દો. ગેસ બંધ કરી સર્વિંગ પ્લેટમાં લઈ લીંબુ રસ, સીંગદાણા અને કોથમીરથી સજાવીને પીરસો. જો પૌઆં ભાવતા હશે તો આંધ્ર પ્રદેશની ‘ઉગ્ગાની’ તમને ચોક્કસ ભાવશે.

આંધ્ર પ્રદેશની ઉગ્ગાની...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.