આદુ પાક

આદુ પાક...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન

સામગ્રીઃ આદુ ૧૦૦ ગ્રામ • ખાંડ ૨૦૦ ગ્રામ • દૂધ ૩૦૦ ગ્રામ • ઘી ૪ ટેબલસ્પૂન • સૂંઠ પાવડર ૨ ટેબલસ્પૂન • બદામ કતરણ ૧ ટેબલસ્પૂન

રીતઃ સૌથી પહેલા આદુને સરસ ધોઈને છીણી લેવું. હવે મિક્સી બાઉલમાં છીણેલું આદું, દૂધ, ખાંડ લઈને ક્રશ કરી મિશ્રણ તૈયાર કરો. હવે પેનમાં ૧ ટેબલસ્પૂન ઘી ગરમ કરીને તેમાં આ મિશ્રણ ઉમેરી સતત હલાવતા રહો. ૧૫-૨૦ મિનિટ સતત હલાવ્યા પછી ઘી છૂટું પડશે અને પેનની સાઇડ છોડશે. ત્યાર પછી જ ગેસ બંધ કરવો. હવે તરત જ તેમાં સૂંઠ પાવડર ઉમેરીને મીક્સ કરી લો. હવે મિશ્રણને ગ્રીસ કરેલી પ્લેટમાં પાથરીને ઉપર બાકી રહેલું ઘી રેડી દેવું. આ પછી તેના પર બદામની કતરણ પાથરી દો. ઠંડુ પડે પછી તેના પીસ કરી પ્લેટમાં લઈ સર્વ કરો.

આદુ પાક...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.