આફોગાટો આઈસક્રીમ

આફોગાટો આઈસક્રીમ...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન

સામગ્રીઃ આઈસક્રીમ ૨ સ્કૂપ • ચોકલેટ બાર - તમારા ટેસ્ટ અનુસાર • કોફી પાવડર – ૨ ચમચી

રીતઃ કાચના ગ્લાસમાં વેનિલા અથવા ઘરે બનાવેલા કોઈ પણ આઈસક્રીમના બે સ્કૂપ ભરો. તે પછી પીલરથી ચોકલેટ બારની પાતળી ચિપ્સ બનાવીને આઈસક્રીમ પર નાંખો. હવે નવશેકા ગરમ પાણીમાં કોફી પાવડર મિક્સ કરો. કોફી સ્ટ્રોંગ બનાવવાની હોવાથી ઈચ્છો તો વધુ એક ચમચી કોફી પાવડર મિક્સ કરી શકો છો. આ કોફીને આઈસક્રીમ પર રેડો, તેના પર થોડીક વધારે ચોકલેટ ચિપ્સ નાંખો અને તરત જ ખાવ. આફોગાટો ઈટાલિયન ડેઝર્ટ છે, જે માત્ર ત્રણ જ સામગ્રીમાંથી બનાવાય છે. જોકે તમે ઈચ્છો તો આમાં ડ્રાયફ્રૂટ્સના ટુકડા ઉપર ભભરાવી શકો છો.

આફોગાટો આઈસક્રીમ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.