કાચા કેળાનું શાક

કાચા કેળાનું શાક...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

સામગ્રીઃ કાચાં કેળાં - ૪ નંગ • ડુંગળી - ૨ નંગ • લસણની કળી - ૭થી ૮ નંગ • લાલ મરચું પાવડર – એક ચમચી • ધાણાજીરું - અડધી ચમચી • હળદર – અડધી ચમચી • મીઠું - સ્વાદ મુજબ • તેલ – ચાર ચમચી • રાઈ – અડધી ચમચી • જીરું - અડધી ચમચી • ગરમ મસાલો - ૧ ચમચી • કોથમીર – ૨ ચમચી
રીતઃ કેળાંની છાલ ઉતારીને મધ્યમ ટુકડાંઓમાં કાપી લો. લસણ અને ડુંગળીની પેસ્ટ બનાવી લો. જો શાક જૈન બનાવવું હોય તો લસણ-ડુંગળી નાખવાનું ટાળવું. એક કડાઈમાં તેલ મૂકી રાઈ અને જીરુંનો વઘાર કરો. લસણ અને ડુંગળીની પેસ્ટ ઉમેરીને સાંતળો. આ પેસ્ટ ચડી જાય એટલે ગરમ મસાલા સિવાય બાકીના મસાલાઓ ઉમેરી દેવા. હવે સમારેલાં કેળાં ઉમેરીને અડધો ગ્લાસ પાણી અને મીઠું નાંખીને એને ઢાંકીને ચડવા દો. કેળાં ચડી જાય એટલે ગરમ મસાલો અને કોથમીર નાંખી ગરમ સર્વ કરો.

કાચા કેળાનું શાક...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.