કાઠિયાવાડી ઢોકળીનું શાક

કાઠિયાવાડી ઢોકળીનું શાક...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન

સામગ્રીઃ ચણાનો લોટ – અડધો કપ • ખાટી છાશ – ૨ કપ • લસણવાળું મરચું ૨ ટી સ્પૂન • ગરમ મસાલો - અડધી ચમચી • મીઠું - સ્વાદ મુજબ • અજમો - ૧/૪ ટી સ્પૂન • લીલાં મરચાં ૨-૩ નંગ • તેલ – ૨ ટી સ્પૂન • હિંગ – ૧/૪ ટી સ્પૂન • હળદર – અડધી ચમચી • ખાંડ – અડધી ચમચી

રીતઃ સૌપ્રથમ એક પેનમાં એક કપ પાણી ગરમ કરવા મુકો. પાણી ઉકળે એટલે મીઠું નાંખી તેમાં એક કપ લોટ નાંખી સતત હલાવતાં રહો. પેનને બર્નર પરથી નીચે ઉતારી લો. ત્યારબાદ તેમાં એક ટીસ્પૂન તેલ ઉમેરી હાથથી લોટને મસળી લો. લોટ ગરમ હોય ત્યારે જ પાટણી ઉપર થેપીને વેલણથી વણીને પીસ પાડી કટ કરો અને બાજુમાં રાખી દો. હવે એક બાઉલમાં છાશ લઈ તેમાં ૨ ટી સ્પૂન ચણાનો લોટ મિક્સ કરીને તેમાં લીલાં મરચાં, હળદર, ખાંડ, મીઠું, અજમો નાંખીને ૧૦-૧૫ મિનિટ ઊકાળો. ત્યારબાદ તેમાં કાપીને રાખેલી ઢોકળી તેમાં નાંખીને ગેસ બંધ કરો. હવે વઘારિયામાં તેલ મૂકી તેમાં હિંગ, લસણવાળું મરચું નાંખી તરત જ વઘારને ઉપરથી નાંખી દો. સ્વાદિષ્ટ કાઠિયાવાડી ઢોકળીનું શાક રોટલી, પરોઠા કે રોટલા સાથે ગરમાગરમ સર્વ કરો.

કાઠિયાવાડી ઢોકળીનું શાક...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.