કાળા તલનું કચરિયું

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
સામગ્રી: કાળા તલ - ૨૫૦ ગ્રામ • ગોળ - ૨૦૦ ગ્રામ • સીડલેસ ખજૂર - ૧૦૦ ગ્રામ • કાળા તલનું તેલ - ૨ મોટી ચમચી • શેકેલો ગુંદ - ૫ ગ્રામ • બદામ - ૫૦ ગ્રામ • કાજુ - ૫૦ ગ્રામ • કોપરાંની છીણ - ૨૦ ગ્રામ • ઘી - બે મોટી ચમચી
રીત: કાળા તલને મિક્સરમાં અધકચરાં વાટી લો અને પછી એની અંદર ખજૂર તથા તલનું તેલ ઉમેરીને બારીક પેસ્ટ બનાવી લો. આ પછી મિશ્રણમાં સમારેલો ગોળ નાખીને ફરીથી ક્રશ કરો. એક પેનમાં ૨ ચમચી ઘી મૂકીને ગુંદ સાંતળી લો. કાજુ અને બદામને સમારીને નાના ટુકડાં કરી લો. એક મોટા બાઉલમાં કાળા તલની પેસ્ટ, ગુંદ અને સમારેલો સૂકો મેવો સારી રીતે મિક્સ કરો. આ પછી કોપરાંની છીણ નાખો. આ કચરિયું લાંબા સમય સુધી સારું રહે છે અને ઠંડીના દિવસોમાં શરીર માટે એકદમ લાભકારક છે.
