કેરીનું અથાણું

કેરીનું અથાણું...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન

સામગ્રીઃ કાચી કેરી ૧ કિલો • હળદર – દોઢ ચમચો • મીઠું ૨ ચમચા • જીરું ૨૫ ગ્રામ • મરચું ૫૦ ગ્રામ • હીંગ – પા ચમચી • તેલ ૧૦૦ ગ્રામ • મેથી ૧ ચમચી • વરિયાળી ૫૦ ગ્રામ • શાહજીરું - અડધો ચમચો • અજમો ૧ ચમચો • તેલ અડધો લિટર

રીતઃ કેરીના પ્રમાણસર ટુકડા સમારી, તેમાં હળદર અને મીઠું ભેળવીને ચોવીસ કલાક માટે ઢાંકીને રાખો. તે પછી આ ટુકડાને એક દિવસ તડકે સૂકવો. અથાણાંનો મસાલો તૈયાર કરવા માટે જીરું, રાઈ અને મેથીને અલગ અલગ શેકીને ક્રશ કરી લો. તેમાં મરચું, વરિયાળી, શાહજીરું અને અજમો ભેળવીને મિશ્રણ તૈયાર કરો. તેમાં પા લિટર ગરમ કરેલું તેલ અને સમારીને સૂકવેલી કેરી સારી રીતે મિક્સ કરો. વધેલા પા લિટર સાદા તેલમાં હિંગ વઘારીને આ તેલને મસાલાવાળી કેરીમાં ભેળવો. આ બધાને એક મોટા તપેલામાં ભરી બે દિવસ તડકામાં રાખો. વચ્ચે વચ્ચે હલાવતાં રહો, જેથી કેરીમાં મસાલો બરાબર મિક્સ થઈ જાય.

કેરીનું અથાણું...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.