કેરીનો જામ

કેરીનો જામ...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન

સામગ્રીઃ ૧ કિલો તોતાપુરી કેરી • દોઢ કિલો ખાંડ • ૧ ટી-સ્પૂન કેસર • ૧ ટી-સ્પૂન એલચીનો ભૂકો • અડધા લીંબુનો રસ

રીતઃ કેરીને ધોઈ, છોલી મોટા કાણાંની છીણીથી છીણી લેવી. એક તપેલીમાં ખાંડ લઈ એ ડૂબે એટલું પાણી નાખીને તાપ પર મૂકો. ઊકળે એટલે લીંબુનો રસ નાખીને મેલ તરી આવે એ કાઢી લો. આ પછી એમાં છીણેલી કેરી નાખીને એને હલાવ્યા કરવું. કેસરને સાધારણ ગરમ કરીને થોડા પાણીમાં ઘૂંટીને અંદર નાખવું. છીણ બફાય અને ચાસણી અઢી તારી થાય એટલે એલચીનો ભૂકો નાખવો. તૈયાર છે કેરીનો જેમ.

કેરીનો જામ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.