કેરીનો શીરો

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
સામગ્રી: કેરીનો રસ - પોણો કપ • કેરીના ટૂકડા - અડધો કપ • ઘી - અડધો કપ • સોજી - 1 કપ • હૂંફાળું દૂધ - 2 કપ • ખાંડ - પોણો કપ • ચારોળી - 1 કપ • કેસર - 8થી 10 તાંતણા • ઈલાયચી પાઉડર - અડધી ચમચી • પિસ્તા કતરણ - 2 ચમચી • કેરીના ટૂકડા - 4 ચમચી
રીત: નોનસ્ટિક પેનમાં ઘી ગરમ થાય એટલે સોજીને પાંચ મિનિટ સુધી શેકો. તેમાં હૂંફાળું દૂધ, ચારોળી અને ઈલાયચી પાઉડર ઉમેરો. કેસરને થોડા હૂંફાળા દૂધમાં પલાળી તેમાં ઉમેરવું. સતત હલાવતાં રહો અને બધું દૂધ બળી જાય એટલે ગેસ બંધ કરી કેરીનો રસ અને ટુકડા મિક્સ કરો. પિસ્તા કતરણથી ગાર્નિશ કરીને મજેદાર કેરીના શીરાનો સ્વાદ લો.
