કેળાં-સાબુદાણાની ખીચડી

કેળાં-સાબુદાણાની ખીચડી...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

સામગ્રી: પલાળેલા સાબુદાણા-અડધો કપ • કાચું કેળું-1 નંગ • સીંગદાણા-પા કપ • તેલ-2 ચમચી • સમારેલાં લીલાં મરચાં-2 નંગ • જીરું-અડધી ચમચી • લાલ મરચું પાઉડર-અડધી ચમચી • હળદર-પા ચમચી • ખાંડ-1 ચમચી • તજ પાઉડર-પા ચમચી • સિંધાલુણ-જરૂર મુજબ • લીંબુનો રસ-1 ચમચી • લીમડાના પાન-5થી 6 • સમારેલી કોથમીર-2 ચમચી
રીત: કેળાંની છાલ દૂર કરી તેને ઝીણા સમારી લો. બાકીની સામગ્રી તૈયાર કરી લો. હવે એક કડાઈમાં તેલ ગરમ થાય એટલે જીરું, લીમડો, લીલાં મરચાં અને સીંગદાણાને સાંતળો. હવે તેમાં સમારેલા કેળાં ઉમેરો. સ્વાદ મુજબ સિંધાલુણ, હળદર, લાલ મરચું પાઉડર, તજ પાઉડર, ખાંડ અને લીંબુનો રસ મિક્સ કરો. ઢાંકીને પાંચ મિનિટ ચઢવા દો. કેળાં ચઢી જાય એટલે હવે તેમાં પલાળેલા સાબુદાણા અને સમારેલી કોથમીર ઉમેરો. બધું સરસ મિક્સ થઈ જાય એટલે સર્વિંગ બાઉલમાં લઈ મજેદાર કેળાં-સાબુદાણા ખીચડી દહીં સાથે સર્વ કરો.

કેળાં-સાબુદાણાની ખીચડી...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.