કેસર માવા કપ કેક

કેસર માવા કપ કેક...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન

સામગ્રીઃ મેંદો - પોણો કપ • બટર - પોણો કપ • માવો - અડધો કપ • કન્ડેન્સ્ડ મિલ્ક - પોણા કપ • ગરમ દૂધ - પા કપ • એલચી પાઉડર - અડધી ચમચી • બેકિંગ પાઉડર - ચાર નાની ચમચી • વેનિલા એસેન્સ - પાંચેક ટીપાં • પિસ્તા કતરણ - સજાવટ માટે • પેપર કપ - ૧૨ નંગ

રીતઃ મેંદાનો લોટ અને બેકિંગ પાઉડર એકદમ મિક્સ કરીને ચાળી લો અને બાજુ પર રહેવા દો. ઓવનને ૧૭૦ ડિગ્રી પર ૧૦ મિનિટ માટે પ્રી-હિટ કરી દો. મફિન મોલ્ડમાં પેપર કપ ગોઠવી દો. હવે એક બાઉલમાં કન્ડેન્સ્ડ મિલ્ક, બટર અને એલચી પાઉડર ઉમેરીને બીટર વડે બીટ કરતા રહો. હવે તેમાં માવો ઉમેરો. દરેક સામગ્રી બરાબર એકદમ મિક્સ થઇ જાય એટલે તૈયાર થયેલા આ મિશ્રણને પેપર કપમાં રેડો. ઉપર પિસ્તાની કતરણ ભભરાવો. આ પછી પંદરેક મિનિટ માટે ૧૭૦ ડિગ્રી તાપમાન પર આ કેસર માવા કપ કેકને ઓવનમાં મૂકો. કેક અંદરથી બરાબર બેક થઇ છે કે તે નહીં તે ટૂથપીક વડે ચકાસી લો. કપ કેકને બહાર કાઢ્યા બાદ એકદમ ઠંડી થવા દો. સરસ સુશોભિત ડબ્બામાં આ કેસર માવા કપ કેક બહારહગામ મોકલી શકાય છે.

કેસર માવા કપ કેક...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.