કેસરિયા બરફી

કેસરિયા બરફી...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન

સામગ્રીઃ ગાજરનો રસ ૩૦૦ ગ્રામ • ખાંડ ૨૫૦ ગ્રામ • માવો ૧૫૦ ગ્રામ • પિસ્તાં ૨૫ ગ્રામ • કેસરનાં ૯થી ૧૦ તાંતણા • ખાવાનો પીળો રંગ - જરૂરત અનુસાર • ચાંદીનો વરખ - સજાવટ માટે • ઘી - દોઢ ચમચો

રીત: સૌથી પહેલાં ખાંડ અને ગાજરના રસને મોટા પેનમાં લો. તેમાં ખાવાનો પીળો રંગ ભેળવો. પેનને ગેસ પર મૂકીને ઘટ્ટ થાય ત્યાં સુધી ગરમ કરો. હવે એક કડાઈમાં ઘી અને માવાને તે ચોંટે નહીં ત્યાં સુધી શકો. બરાબર શેકાઈ જાય એટલે માવાને ગાજરના મિશ્રણમાં ભેળવી દો. હવે આ મિશ્રણને ઘી લગાવેલી થાળીમાં કાઢો અને તેનો એકસરખો થર કરો. તેના પર સમારેલાં પિસ્તાં, કેસર ભભરાવીને ઉપર ચાંદીનો વરખ લગાવો. ગાજરની બરફીના મનગમતા આકારના પીસ કરી લો.

કેસરિયા બરફી...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.