કોબીનાં વડાં

કોબીનાં વડાં...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

સામગ્રીઃ એક કપ ચણાની દાળ • ૬ નંગ લીલાં મરચાં સમારેલાં • એક કપ ઝીણી સમારેલી કોબી • અડધો કપ ઝીણું સમારેલું ગાજર • પોણો કપ ઝીણા સમારેલા કાંદા • પોણો કપ ઝીણી સમારેલી કોથમીર • બે કપ ચણાનો લોટ • મીઠું સ્વાદાનુસાર • તેલ તળવા માટે
રીતઃ ચણાની દાળને આગલી રાત્રે પલાળી રાખો. બીજા દિવસે દાળને નીતારીને તેમાંથી અડધો કપ દાળ બાજુ પર રાખો. હવે બાકી રહેલી દોઢ કપ ચણાની દાળ સાથે લીલાં મરચાં મેળવી મિક્સરમાં ફેરવી અધકચરું મિશ્રાણ તૈયાર કરો. આ મિશ્રણને એક બાઉલમાં કાઢી તેમાં બાકી રહેલી વસ્તુઓ, બાકી રહેલી ચણાની દાળ પણ મેળવીને સારી રીતે મિક્સ કરી લો. આ મિશ્રણના સરખા ભાગ પાડી દરેક ભાગના ચપટાં ગોળ વડાં તૈયાર કરો. હવે એક ફ્રાઇંગ પેનમાં તેલ ગરમ કરી, તેમાં ૩થી ૪ વડાં એક સાથે એવી રીતે તળી લો કે તે બંને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય. આ પછી તેને ટિશ્યૂ પેપર પર મૂકી સૂકાં કરી લો. લીલી ચટણી સાથે તરત જ પીરસો.

કોબીનાં વડાં...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.