કોર્ન ક્રોકેટ

કોર્ન ક્રોકેટ...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન

સામગ્રીઃ મકાઈના દાણા - ૧ કપ • માખણ - ૧ ચમચો • મેંદો - ૧ ચમચો • દૂધ - ૧ કપ • સમારેલી ડુંગળી - ૧ નંગ • લસણની પેસ્ટ - ૧ ચમચી • મીઠું - સ્વાદ મુજબ • મરીનો પાઉડર - જરૂર મુજબ • બ્રેડક્રમ્સ - પા કપ • ચીઝનું છીણ - પા કપ • તેલ - તળવા માટે

રીત: મકાઈના દાણાને બાફીને ક્રશ કરી લો. એક પેનમાં માખણ ગરમ કરો. તેમાં ડુંગળી અને લસણ નાખીને બદામી રંગના થાય ત્યાં સુધી સાંતળો. આ પછી મેંદો ઉમેરીને એક મિનિટ સાંતળો. હવે દૂધ રેડી સતત હલાવતાં રહી બે મિનિટ રહેવા દો. મકાઈની પેસ્ટ, મીઠું, મરીનો પાઉડર અને ચીઝનું છીણ નાખીને મિક્સ કરી આંચ પરથી ઉતારી લઈ ઠંડું થવા દો. આમાં બ્રેડક્રમ્સ ઉમેરીને લંબગોળ ક્રોકેટ્સ બનાવો. ગરમ તેલમાં બ્રાઉન રંગના તળી લો. કોર્ન ક્રોકેટ્સને ટોમેટો સોસ સાથે સર્વ કરો.

કોર્ન ક્રોકેટ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.