ક્વિક કલાકંદ

ક્વિક કલાકંદ...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન

સામગ્રીઃ અઢી કપ ખમણેલું તાજું પનીર • દોઢ કપ દૂધનો પાવડર • દોઢ કપ તાજું ક્રીમ • પોણો કપ સાકર • અડધી ચમચી એલચી પાવડર • સજાવવા માટે ૧ ટેબલ સ્પૂન બદામની કતરણ • ૧ ટેબલ સ્પૂન પિસ્તાની કતરણ

રીતઃ એક નોન-સ્ટીક પેનમાં એલચીના પાવડર સિવાયની બાકીની બધી વસ્તુઓ મેળવીને, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧૫ મિનિટ અથવા મિશ્રણ ઘટ્ટ બનીને પેનની બાજુઓથી છૂટવા માંડે ત્યાં સુધી સતત હલાવતા રહીને પેનની બાજુઓ સાફ કરતાં રાંધી લો. હવે તેને તાપ પરથી નીચે ઉતારી તેમાં એલચી પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી લો. તે પછી તેને પેનમાંથી કાઢી તરત જ ૧૭૫ મિ.મી. વ્યાસની ઘી ચોપડેલી થાળીમાં રેડીને સરખી રીતે પાથરી લો. તે પછી તેની પર બદામની કતરી તથા પિસ્તાની કતરી પાથરીને હલકા હાથે દબાવી લો. જેથી બદામ-પિસ્તાની કતરી તેની પર બહુ સારી રીતે ચીટકી જાય. તેને ઠંડુ થવા બાજુ પર રાખો. જ્યારે તે ઠંડુ થાય ત્યારે તેના ટુકડા પાડીને પીરસો અથવા પીરસવાના સમય સુધી ફ્રીજમાં મૂકી રાખો.

ટિપ્સઃ આ કલાકંદ ફ્રીજમાં રાખશો તો તે એક અઠવાડિયા સુધી તાજું રહેશે.

ક્વિક કલાકંદ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.