ગોળના પેનકેક

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન
સામગ્રીઃ ૨ ટેબલસ્પૂન ખમણેલો ગોળ • અડધો કપ ચોખાનો લોટ • અડધી ટી-સ્પૂન લીલા મરચાંની પેસ્ટ • મીઠું સ્વાદાનુસાર • તેલ - ચોપડવા અને શેકવા માટે
રીતઃ એક ઊંડા બાઉલમાં તેલ સિવાયની બધી વસ્તુઓ ભેગી કરીને તેમાં ૧ કપ પાણી મેળવીને બહુ સારી રીતે મિક્સ કરો કે જેથી તેમાં ગાંગડા ન રહે. એક નોન-સ્ટીક પેનમાં થોડુંક તેલ ચોપડીને તેને ગરમ કરી લો. પેન બરાબર ગરમ થાય ત્યારે તેમાં એક ચમચા જેટલું ખીરું રેડીને સરખી રીતે પાથરી લો. તેને થોડાક તેલની મદદથી બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. બાકીના ખીરા વડે વધુ પેનકેક તૈયાર કરો. ગરમ ગરમ જ પીરસો.
