ગ્રીન એપલ જલેબી

ગ્રીન એપલ જલેબી...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

સામગ્રી: ગ્રીન એપલ - 1 નંગ • મેંદો - 1 કપ • કોર્નફ્લોર - 2 ચમચી • ડ્રાય યીસ્ટ - અડધી ચમચી • ઘી - 1 ચમચો • ખાંડ - 1 ચમચી • ઘી - તળવા માટે
(ચાસણી માટે) ખાંડ - 1 કપ • પાણી - 1 કપ • કેસર - ચપટી • લીંબુનો રસ - અડધી ચમચી • ડ્રાયફ્રૂટ કતરણ - સજાવટ માટે
રીત: યીસ્ટને પા ચમચી ખાંડ અને અડધો કપ હૂંફાળા પાણીમાં નાખી ઢાંકીને ૧૦ મિનિટ રાખો. ત્યારબાદ એક વાસણમાં મેંદો, કોર્નફલોર, ખાંડ, મીઠું અને યીસ્ટવાળું પાણી મિક્સ કરો અને પછી ઘી તથા જરૂર પૂરતું પાણી નાખીને ખીરું તૈયાર કરો. બહુ ઢીલું ખીરું ન થાય તેનું ધ્યાન રાખવું. ખીરાને ઢાંકીને એક કલાક રાખો. હવે લીંબુના રસ સિવાયની બધી સામગ્રી ભેગી કરીને બે તારની ચાસણી તૈયાર કરો. ચાસણી તૈયાર થવા આવે ત્યારે લીંબુનો રસ નાખવો. સફરજનને ધોઈને ગોળ સ્લાઈસ કરી લો. હવે ઘી ગરમ કરો. ગરમ થાય એટલે એપલની સ્લાઈસને ખીરામાં ડુબાડીને ગરમ ઘીમાં ધીમા તાપે બંને બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો. તૈયાર થયેલી જલેબીને હૂંફાળી ચાસણીમાં ડુબાડી દો. સૂકામેવાની કતરણ છાંટી ગરમાગરમ પીરસો.

ગ્રીન એપલ જલેબી...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.