ચિલી ગાર્લિક રાઇસ

ચિલી ગાર્લિક રાઇસ...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

સામગ્રી: રાંધેલા બાસમતી ચોખા - 2 કપ • સમારેલી ફણસી - અડધો કપ • સમારેલું ગાજર - અડધો કપ • સમારેલું કેપ્સિકમ - અડધો કપ • સમારેલી ડુંગળી - 2 નંગ • સમારેલી કોબીજ - 1 કપ • સમારેલી લીલી ડુંગળી - 1 કપ • સૂકું લસણ - 1 ચમચી • ઝીણું સમારેલું આદું - અડધી ચમચી • સમારેલાં લીલાં મરચાં - 2 નંગ • સમારેલો ફુદીનો - 1 ચમચી • સમારેલી કોથમીર - 4 ચમચી • સૂકા લાલ મરચાં - 2 નંગ • લાલ મરચું - 1 ચમચી • સોયા સોસ - 1 ચમચી • ગ્રીન ચિલી સોસ - 1 ચમચી • રેડ ચિલી સોસ - 1 ચમચી • વિનેગર - 1 ચમચી • હળદર - પા ચમચી • મીઠું - સ્વાદ મુજબ • ઘી-૩ ચમચી
રીત: સૌપ્રથમ બધા શાકને સમારી તૈયાર કરી લો. ફણસીને બાફી લો. હવે સૂકું લસણ, સૂકાં લાલ મરચાં, લાલ મરચું અને થોડું પાણી લઇ તેની સરસ પેસ્ટ બનાવી લો. એક કડાઈમાં ઘી ગરમ થાય એટલે અડધી ચમચી સમારેલું લસણ, સમારેલું આદું અને લીલાં મરચાં સાંતળો. હવે તેમાં સમારેલી ડુંગળી ઉમેરીને ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો અને સમારેલું શાક ઉમેરો. તૈયાર કરેલી પેસ્ટ, હળદર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો. ઢાંકીને પાંચ મિનિટ થવા દો. હવે ઢાંકણ હટાવીને વિનેગર, ચિલી સોસ, સોયા સોસ, સમારેલી લીલી ડુંગળી અને કોથમીર મિક્સ કરો. બધું સારી રીતે મિક્સ થાય એટલે રાંધેલો ભાત મિક્સ કરી બે મિનિટ થવા દઈ ગેસ બંધ કરી દો. ગરમગરમ પીરસો.

ચિલી ગાર્લિક રાઇસ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.