ચિલી પનીર નુડલ્સ
આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
સામગ્રી: બાફેલા નૂડલ્સ - 1 પેકેટ • પનીર ક્યુબ્સ - 1 કપ • ચોરસ સમારેલા લાલ-લીલાં કેપ્સિકમ - અડધો કપ • ઝીણા સમારેલાં લીલાં મરચાં - 2 નંગ • ઝીણી સમારેલી ડુંગળી - 1 નંગ • સેઝવાન ચટણી - 4 ચમચી • તેલ - 2 ચમચી
રીત: પેનમાં તેલ ગરમ મૂકી લીલાં મરચાં અને ડુંગળી સાંતળો. હવે તેમાં પનીર ક્યુબ્સને બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી લો. તેમાં લાલ-લીલાં કેપ્સિકમ અને સેઝવાન ચટણી ઉમેરી સારી રીતે મિક્સ કરી લો. બાફેલા નૂડલ્સ, તેની સાથે આવતો મસાલો મિક્સ કરીને ગરમાગરમ ચિલી પનીર નૂડલ્સનો સ્વાદ માણો.
