ચીઝી પાસ્તા

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન
સામગ્રીઃ ચેડર ચીઝ પોણો કપ • છીણેલું પ્રોસેસ ચીઝ ૩ ટેબલ સ્પૂન • છીણેલું મોઝેરેલા ચીઝ ૩ ટેબલ સ્પૂન • બાફેલી મેક્રોની બે કપ • બટર ૨ ચમચી • મેંદો ૨ ચમચી • દૂધ ૨ કપ • મીઠું સ્વાદ અનુસાર • કાળા મરીનો પાઉડર સ્વાદ અનુસાર
રીતઃ એક નોનસ્ટીક પેનમાં બટરને ગરમ કરો. તેમાં મેંદો નાંખી તેને અડધી મિનિટ સુધી શેકી લો. તેમાં દૂધ રેડીને તેને ધીરે ધીરે હલાવતા હલાવતા રાંધો. મેંદો અને દૂધના મિશ્રણને ઘટ્ટ થવા દો. તે બરોબર ચઢી જાય એટલે તેમાં મીઠું નાખીને હલાવો. હવે તેમાં મેક્રોની એડ કરીને તેને મિક્સ કરી એક મિનિટ સુધી રાંધો. ગેસને બંધ કરીને તેમાં ચેડર ચીઝ, પ્રોસેસ્ડ ચીઝ અને મોઝેરેલા ચીઝ ઉમેરીને હલાવો. પાસ્તા ગરમાગરમ હશે એટલે ચીઝ સરસ મિક્સ થઈને મેલ્ટ થઈ જશે. તેની ઉપર કાળા મરીનો પાઉડર છાંટીને ગરમા-ગરમ પીરસો.
