ચીઝી ફ્રેન્ચ ફ્રાઈસ

ચીઝી  ફ્રેન્ચ ફ્રાઈસ...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

સામગ્રી: મોટા બટાકા - 4 નંગ • કોર્નફ્લોર - 2 ચમચી • મીઠું - સ્વાદ મુજબ
(ચીઝ સોસ માટે): બટર - 1 ચમચી • પ્રોસેસ્ડ ચીઝ - 2 ચમચી • મોઝરેલા ચીઝ - 1 ચમચી • ઓરેગાનો - પા ચમચી • ચિલી ફ્લેક્સ - પા ચમચી • દૂધ - અડધો કપ
રીત: સૌપ્રથમ બટાકાની છાલ દૂર કરીને તેને લાંબા અને પાતળા સમારી લો. 2-3 પાણીએ ધોઈ લો. હવે એક વાસણમાં પાણી ઉકળવા મૂકવું. મીઠું ઉમેરીને 10 મિનિટ માટે ફ્રાઈસને ચઢવા દેવી. ઝારાની મદદથી ફ્રાઈસને બહાર કાઢી એક કોટન કપડાં પર કોરી કરી લેવી. તેના પર કોર્નફ્લોર છાંટી ગરમ તેલમાં તળી લેવી. ઉપરથી થોડું મીઠું ભભરાવી લેવું. હવે એક વાસણમાં બટર ગરમ થાય એટલે એમાં દૂધ, ચીઝ અને કોર્નફ્લોર ઉમેરી થોડું ઘટ્ટ થાય એટલે ચિલી ફલેક્સ અને ઓરેગાનો ઉમેરો. સર્વિંગ પ્લેટમાં ફ્રાઈસ ઉપર આ ચીઝ સોસ રેડી સર્વ કરો.

ચીઝી ફ્રેન્ચ ફ્રાઈસ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.