ચીલી ગાર્લિક નાન

ચીલી ગાર્લિક નાન...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

સામગ્રી: મેંદાનો લોટ - 3 કપ • બેકિંગ પાઉડર - અડધી ચમચી • બેકિંગ સોડા - અડધી ચમચી • દહીં - 3 ચમચી • મીઠું સ્વાદ મુજબ • તેલ 2 ચમચી • પાણી જરૂર મુજબ • ઝીણું સમારેલું લસણ 8થી 10 કળી • બારીક સમારેલાં લીલાં મરચાં 2 નંગ • કાળા તલ 2 ચમચી • ઝીણી સમારેલી કોથમીર 2 ચમચી • બટર 4 ચમચી
રીત: સૌપ્રથમ નાનનો લોટ બાંધવા માટે એક બાઉલમાં લોટ, મીઠું, બેકિંગ સોડા, બેકિંગ પાઉડર, તેલ અને દહીં ઉમેરીને એકદમ મિક્સ કરો. થોડું થોડું પાણી ઉમેરતાં જાઓ અને મધ્યમ નરમ લોટ બાંધી લો. હવે આ લોટમાં 1 ચમચી તેલ ઉમેરી બરાબર મસળીને 1 કલાક માટે ઢાંકીને મૂકી દો. 1 કલાક પછી એક મીડિયમ સાઈઝનો લુવો લઇ તેને વણો. હવે તેની ઉપર લસણ, બારીક સમારેલાં લીલાં મરચાં, કાળા તલ અને કોથમીર ભભરાવીને વણી લો. બહુ જાડું વણવું નહીં. વણાઈ જાય એટલે નાનની પાછળની બાજુએ પાણી લગાવી નાનને ગરમ તવા પર શેકી લો. એક બાજુ શેકાય એટલે નાનને બીજી બાજુ પણ શેકી લો. શેકાઈ જાય એટલે બટર લગાવીને ગરમાગરમ સર્વ કરો.

ચીલી ગાર્લિક નાન...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.