ચૂરચૂર નાન

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

સામગ્રી:(લોટ માટે) મેંદો - 2 કપ • ખાંડ - અડધી ચમચી • બેકિંગ પાઉડર - અડધી ચમચી • બેકિંગ સોડા - પા ચમચી • ઘી - 3 ચમચી • દહીં - પા કપ • પાણી - જરૂર મુજબ • મીઠું - સ્વાદ મુજબ
(સ્ટફિંગ માટે) બાફેલાં બટાકાનો માવો - 1કપ • છીણેલું પનીર - 1 કપ • સમારેલી ડુંગળી - 2 નંગ • સમારેલાં લીલાં મરચાં - 2 નંગ • છીણેલું આદું - પા ચમચી • સમારેલી કોથમીર - 2 ચમચી • લાલ મરચું પાઉડર - 1 ચમચી • ગરમ મસાલો - અડધી ચમચી • ધાણાજીરું - 1 ચમચી • આમચૂર પાઉડર - 1 ચમચી
• મરી પાઉડર - પા ચમચી • મીઠું - સ્વાદ મુજબ
રીત: સૌપ્રથમ મેંદામાં ઉપર જણાવેલી સામગ્રી ઉમેરીને નાનનો લોટ બાંધી લો. થોડું તેલ લગાવી ઢાંકીને 20 મિનિટ માટે રાખી મૂકો. સ્ટફિંગ તૈયાર કરવા માટે એક બાઉલમાં બટાકાનો માવો, છીણેલું પનીર, સમારેલી ડુંગળી અને બાકીની સામગ્રી મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી લો. હવે બાંધેલા લોટને થોડો મસળીને એક લૂઓ લઈને સ્ટફિંગ ભરીને નાન વણીને તૈયાર કરો. ઉપરની સપાટી પર થોડું પાણી લગાવી કોથમીર ભભરાવીને હાથ વડે થોડી દબાવી લો. ચૂરચૂર નાનને બંને સાઈડ સારી રીતે શેકી લો. સર્વ કરતી વખતે નાનને મુઠ્ઠીમાં લઈ થોડી દબાવી સફેદ માખણ કે પછી બટર લગાવી સર્વ કરો.

ચૂરચૂર નાન
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.