ટ્રફલ બોલ

ટ્રફલ બોલ...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

સામગ્રીઃ અખરોટ - 1 કપ • ડાર્ક ચોકલેટ - 1 કપ • ફ્રેશ ક્રીમ - અડધો કપ
રીતઃ સૌપ્રથમ અડધા અખરોટને એકદમ બારીક સમારી લો અને બાકીનાનો અધકચરો પાઉડર કરી લો. ચોકલેટના પણ નાના ટુકડાં કરી બે ભાગ પાડો. હવે એક પેનમાં ફ્રેશ ક્રીમ ગરમ કરો. ક્રીમ ગરમ થયે ગેસ બંધ કરીને ચોકલેટનો એક ભાગ મિક્સ કરો. ચોકલેટ ઓગળે એટલે અખરોટ ઉમેરો. મિશ્રણને પાંચ મિનિટ ફ્રિજમાં મૂકી દો. પછી તેને ફ્રીજમાંથી બહાર કાઢી ઘીવાળો હાથ કરીને નાના બોલ્સ બનાવી લો. આ બોલને ફ્રીઝરમાં સેટ થવા દો. બીજા ભાગની ચોકલેટને ડબલ બોઈલર કે પછી માઈક્રોવેવમાં મેલ્ટ કરો. બોલને મેલ્ટેડ ચોકલેટમાં ડીપ કરી અખરોટ પાઉડરમાં રગદોળો. બટર પેપર ઉપર મૂકી 10 મિનિટ માટે ફ્રીજમાં સેટ થવા મૂકી દો. સ્વાદિષ્ટ ટ્રફલ બોલ તૈયાર છે.

ટ્રફલ બોલ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.