ડ્રાયફ્રુટ કુકીઝ
આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
સામગ્રી: મેંદો-1 કપ • બટર - પા કપ • બેકિંગ પાઉડર - અડધી ચમચી • બૂરું ખાંડ - અડધો કપ • દૂધ - 1 કપ • ઝીણું સમારેલું મિક્સ ડ્રાયફ્રુટ - અડધો કપ
રીત: એક બાઉલમાં બટર અને ખાંડ મિક્સ કરો. તેમાં મેંદો અને બેકિંગ પાઉડરને ચાળીને મિક્સ કરો. ઝીણા સમારેલા ડ્રાયફ્રુટ ઉમેરી દૂધની મદદથી લોટ બાંધી લો. લોટને ભાખરીની જેમ વણી મોલ્ડની મદદથી રાઉન્ડ કટ કરો. ગ્રીસ કરેલી બેકિંગ ટ્રે માં ગોઠવો. ઉપર થોડા સમારેલા ડ્રાયફ્રુટ ભભરાવી લો. પ્રિ-હીટેડ ઓવનમાં 15થી 20 મિનિટ બેક કરો.
