ડ્રાયફ્રૂટ કેસર કુલ્ફી

ડ્રાયફ્રૂટ કેસર કુલ્ફી...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

સામગ્રીઃ ચાર કપ મલાઈદાર દૂધ • પાંચ ટેબલસ્પૂન સાકર • પોણી ચમચી ઈલાયચીનો પાઉડર • એક ટેબલસ્પૂન કોર્નફ્લોર • અડધો કપ સમારેલા બદામ-કાજુ-પિસ્તાં • 8-10 કેસરના તાંતણા • પોણો કપ હૂંફાળું મલાઈદાર દૂધ
રીતઃ સૌપ્રથમ એક નાના બાઉલમાં કેસરના તાંતણા લો અને તેમાં હૂંફાળું દૂધ મેળવી સારી રીતે મિક્સ કરીને બાજુ પર રાખો. બીજા એક નાના બાઉલમાં કોર્નફ્લોર અને બે ટેબલસ્પૂન પાણી મેળવી સારી રીતે મિક્સ કરીને બાજુ પર રાખો. હવે એક ઊંડા નોનસ્ટિક પેનમાં ચાર કપ મલાઇદાર દૂધ અને સાકર મેળવો અને સારી રીતે મિક્સ કરી લીધા પછી મધ્યમ તાપ પર પાંચથી સાત મિનિટ સુધી વચ્ચે વચ્ચે હલાવતાં રહીને ઉકાળી લો. આ પછી તેમાં કોર્નફ્લોર અને પાણીનું મિશ્રણ મેળવીને સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણને મધ્યમ તાપ પર વચ્ચે વચ્ચે હલાવતા રહો અને પેનની બાજુ પર ચોંટેલું દૂધ ઉખાડતા રહી 30થી 32 મિનિટ સુધી રાંધી લો. આમ, તૈયાર થયેલા મિશ્રણને સંપૂર્ણ ઠંડું થવા દો. તે સંપૂર્ણ ઠંડું થઈ જાય ત્યારે તેમાં ઈલાયચી પાઉડર, કેસરવાળા દૂધનું મિશ્રણ અને સમારેલો સૂકોમેવો ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો. આ મિશ્રણને કુલ્ફીના છ મોલ્ડમાં રેડીને સેટ થવા માટે આખી રાત ફ્રીજરમાં રાખો. જ્યારે કુલ્ફીને મોલ્ડમાંથી કાઢવી હોય ત્યારે મોલ્ડને ફ્રીજમાંથી કાઢીને પાંચ મિનિટ રાખો અને પછી લાકડાની સળી અથવા ફોર્કને કુલ્ફીની મધ્યમાં નાંખી કુલ્ફી મોલ્ડમાંથી કાઢી લો.

ડ્રાયફ્રૂટ કેસર કુલ્ફી...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.