દૂધીનો હલવો

દૂધીનો હલવો...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

સામગ્રી: દૂધી - અડધો કિલો • દૂધ - 2 કપ • ફ્રેશ મલાઈ - 3 ચમચી • ખાંડ - 1 કપ • મોળો માવો - અડધો કપ • પિસ્તા કતરણ - 4 ચમચી • બદામ કતરણ - 4 ચમચી • કેસર - થોડાક તાંતણા • ઇલાયચી પાઉડર - પા ચમચી • મિલ્ક પાઉડર - 4 ચમચી • ઘી - 4 ચમચી
રીત: સૌપ્રથમ દૂધીને ધોઈને છીણી લો. હવે કડાઈમાં ઘી ગરમ મૂકી છીણેલી દૂધી ઉમેરો. પાંચેક મિનિટ શેકાય એટલે તેમાં દૂધ રેડો. દૂધી ચઢી જાય અને પાણી બળી જાય એટલે મોળો માવો, મિલ્ક પાઉડર, ખાંડ અને કેસર ઉમેરો. બધું સારી રીતે હલાવો અને મિશ્રણ લચકા પડતું થાય એટલે ફ્રેશ મલાઈ, ઈલાયચી પાઉડર અને બદામ-પિસ્તા કતરણ ઉમેરીને બર્નર બંધ કરી દો. દૂધીનો આ હલવો ગરમ અને ઠંડો બંને પ્રકારે સ્વાદિષ્ટ લાગે છે.

દૂધીનો હલવો...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.