પંચકુટી દાળ

પંચકુટી દાળ...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

સામગ્રી: બે ટેબલસ્પૂન - અડદની દાળ • બે ટેબલસ્પૂન - તુવેરની દાળ • બે ટેબલસ્પૂન - લીલા મગની દાળ • બે ટેબલસ્પૂન - ચણાની દાળ • બે ટેબલસ્પૂન - મસૂરની દાળ • બે ટેબલસ્પૂન - તેલ • બે ટીસ્પૂન - રાઈ • બે ટીસ્પૂન - જીરું • ચાર ટીસ્પૂન - ઝીણું સમારેલું લસણ • ચાર ટીસ્પૂન - ઝીણું સમારેલું આદું • બે આખા સૂકાં લાલ કાશ્મીરી મરચાં • એક નાનો તજનો ટુકડો • લીમડાના થોડાક પાન • અડધો કપ - મોટાં સમારેલાં ટામેટાં • એક ટીસ્પૂન - ગરમ મસાલો • એક ટીસ્પૂન - ઝીણી સમારેલી કોથમીર • ચાર ટીસ્પૂન - ઝીણાં સમારેલાં લીલાં મરચાં • મીઠું - સ્વાદાનુસાર • બે ટેબલસ્પૂન - લીંબુનો રસ
રીત: બધી દાળને ધોઈને એક બાઉલમાં ભેગી કરીને એક કલાક પલાળી રાખ્યા બાદ નિતારી લો. એક પ્રેશર કૂકરમાં એક કપ પાણી લઈ તેમાં બધી દાળ મેળવી પ્રેશર કૂકરની ત્રણ સીટી સુધી રાંધી લો. કૂકરનું ઢાંકણ ખોલતા પહેલાં તેની વરાળ નીકળી જવા દો. તે પછી તેને બાજુ પર રાખો. એક ઊંડી નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ અને જીરું મેળવી લો. જ્યારે દાણા તતડવા માંડે ત્યારે તેમાં તજ, લસણ, આદું, લાલ મરચાં અને લીમડો મેળવી મધ્યમ તાપ પર એકથી બે મિનિટ સાંતળી લો. તે પછી તેમાં ટામેટાં મેળવી મધ્યમ તાપ પર એકથી બે મિનિટ સાંતળી લો. એ પછી તેમાં ગરમ મસાલો, કોથમીર અને લીલાં મરચાં મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર એક મિનિટ સુધી સાંતળી લો. છેલ્લે તેમાં રાંધેલી દાળ, મીઠું અને લીંબુનો રસ મેળવી સારી રીતે મિક્સ કરી, મધ્યમ તાપ પર પાંચથી સાત મિનિટ સુધી થોડા થોડા સમયે વચ્ચે હલાવતા રહી રાંધી લો. ગરમ ગરમ દાળ પીરસો.

પંચકુટી દાળ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.