પંજાબી દાલમખની

પંજાબી દાલમખની...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન

સામગ્રીઃ અડદની દાળ – ૨ કપ • રાજમા - ૩ ચમચા • સમારેલી ડુંગળી - ૧ નંગ • સમારેલું ટામેટું– ૧ નંગ • લસણ – ૩થી ૪ કળી • સમારેલું આદું - નાનો ટુકડો • ઘી - ૧ ચમચો • જીરું - જરૂર મુજબ • એલચો - ૧ નંગ (કાળી એલચી) • તમાલપત્ર – ૧ નંગ • ગરમ મસાલો - જરૂર મુજબ • ક્રીમ – ૧ ચમચો • ધાણા પાવડર – સ્વાદ મુજબ • મીઠું - સ્વાદ મુજબ

રીતઃ અડદની દાળ અને રાજમાને મીઠાંવાળા પાણીમાં બાફી લો. ડુંગળી અને ટામેટાંને ધોઇને સમારી લો. લસણની કળીઓ તથા આદુંના ટુકડાને પણ છોલીને સમારી લો. હવે એક કડાઈમાં ઘી ગરમ કરો અને તેમાં જીરાનો વઘાર કરો. તેમાં એલચો અને તમાલપત્ર નાંખો. લસણ અને આદું પણ નાંખો. તે પછી સમારેલી ડુંગળી નાંખીને બદામી રંગની થાય ત્યાં સુધી સાંતળો. આ પછી તેમાં સમારેલા ટામેટાં, હળદર, મીઠું, મરચું અને સમારેલી લીલાં મરચાં નાંખો. મસાલાને સારી રીતે સાંતળો. ટામેટાં એકદમ બફાઈ જાય ત્યાં સુધી સાંતળો. આ પછી ગરમ મસાલો અને ધાણા પાવડર નાંખી મિક્સ કરો. સાંતળેલાં ટામેટાંના મસાલામાં બાફેલી દાળ અને રાજમા પાણી સહિત ઉમેરીને ખદખદવા દો. જો મિશ્રણ વધારે ઘટ્ટ લાગે તો થોડું વધુ પાણી ઉમેરી શકો છો. છેલ્લે એક ચમચો ક્રીમ ભેળવો અને સર્વ કરો.

પંજાબી દાલમખની...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.