પનીર મખની

પનીર મખની...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

સામગ્રી: 2 કપ પનીરના ચોરસ ટુકડા • 4 ટેબલસ્પૂન ફ્રેશ ક્રીમ • 3 ટેબલસ્પૂન - માખણ • અડધો કપ વલોવેલું દહીં • 2 ટીસ્પૂન - લસણની પેસ્ટ • એક નાનો ટુકડો તજ • 3 નંગ લવિંગ • 2 નંગ એલચી • 2 તમાલપત્ર • એક ટેબલસ્પૂન કસૂરી મેથી • 2 ટીસ્પૂન ગરમ મસાલો • એક ટીસ્પૂન સાકર • અડધો કપ ટામેટાં પ્યૂરી • મીઠું સ્વાદ અનુસાર • ગાર્નિશિંગ માટે - બે ટેબલસ્પૂન ક્રીમ

(ગ્રેવી માટે) બે કપ સમારેલાં ટામેટાં • એક કપ સ્લાઈસ કરેલા કાંદા • અડધો કપ કાજુ • ચાર આખા સૂકાં લાલ મરચાં

રીત: સૌપ્રથમ ગ્રેવી માટેની તમામ સામગ્રી કઢાઈમાં લો અને તેમાં અઢી કપ પાણી ઉમેરીને ગરમ કરો. 10થી 15 મિનિટ સુધી અથવા ટામેટાં બરાબર બફાઈને નરમ થાય ત્યાં સુધી બાફી લો. વચ્ચે વચ્ચે હલાવતા રહો. તેને ઠંડું પાડયા પછી મિક્સરમાં ફેરવી સુંવાળું મિશ્રણ બનાવી બાજુ પર રાખો. એક ઊંડા પેનમાં માખણ ગરમ કરી, તેમાં લસણની પેસ્ટ મેળવીને મધ્યમ તાપ પર થોડી સેકન્ડ સાંતળી લો. પછી તેમાં તજ, લવિંગ, એલચી અને તમાલપત્ર મેળવી મધ્યમ તાપ પર થોડી વધુ સેકન્ડ સાંતળો. પછી તેમાં કસૂરી મેથી, ગરમ મસાલો, ટામેટાં પ્યૂરી, તૈયાર કરેલી ગ્રેવી અને મીઠું મેળવીને સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ બેથી ત્રણ મિનિટ સુધી સતત હલાવતાં રહી રાંધી લો. એમાં દહીં મેળવીને બરાબર મિક્સ કરી એક મિનિટ સુધી રાંધો. અંતે તેમાં સાકર, પોણો કપ પાણી, પનીર અને ફેશ ક્રીમ મેળવી સારી રીતે મિક્સ કરો. મધ્યમ તાપે વધુ બે મિનિટ સુધી રાંધો. ફ્રેશ ક્રીમ વડે સજાવીને ગરમ ગરમ પીરસો.

પનીર મખની...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.