પરંપરાગત ઊંધિયું

પરંપરાગત ઊંધિયું...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન

સામગ્રીઃ બટાકા ૨ નંગ • રીંગણ - ૨થી ૩ નંગ • સમારેલું ફ્લાવર - ૧ કપ • સમારેલી કોબી - અડધો કપ • વટાણા - અડધો કપ • ફોલેલી વાલોર - અડધો કપ • ટામેટા - ૨ નંગ • સરગવાની શીંગ - ૫થી ૬ નંગ • મેથીના મૂઠિયા - ૮થી ૧૦ નંગ • મીઠું સ્વાદ પ્રમાણે • લાલ મરચાંનો પાઉડર - ૨ ચમચી • હળદર - અડધી ચમચી • ધાણાજીરું પાઉડર - ૧ ચમચી • ગરમ મસાલો - અડધી ચમચી • વઘાર માટે તેલ - જરૂરત અનુસાર • રાઈ અડધી ચમચી • હીંગ ચપટી • સમારેલી કોથમીર - અડધો કપ

રીતઃ સૌથી પહેલા બધા શાકને ધોઈને સારી રીતે સમારી લો. હવે કુકરમાં તેલ ગરમ કરીને રાઈ અને હિંગનો વઘાર કરો અને ટામેટાં સાંતળી લો. હવે એમાં બધા શાક ઉમેરો અને સારી રીતે મિક્સ કરી લો. આ પછી એમાં બધા મસાલા નાખો અને પછી ૨થી ૩ સિટી વગાડીને શાક બાફી લો. કુકર ઠંડુ પડે એટલે ખોલો અને એમાં મેથીનાં મૂઠિયાં ઉમેરીને હળવા હાથે હલાવો અને ફરી કુકર બંધ કરીને એક સિટી વગાડો. આ ઊંધિયા પર સમારેલી કોથમીર નાખીને એને સજાવો અને પછી સર્વ કરો.

પરંપરાગત ઊંધિયું...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.