પૌષ્ટિક ગુંદરપાક

પૌષ્ટિક ગુંદરપાક...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન

સામગ્રીઃ ખાવાનો ગુંદર ૨૫૦ ગ્રામ • રવો ૨૦૦ ગ્રામ • બદામ ૨૫૦ ગ્રામ • બુરુ ખાંડ ૫૦૦ ગ્રામ • ખસખસ ૩ ચમચી • ચારોળી ૫૦ ગ્રામ • કોપરું ૧૦૦ ગ્રામ • ઘી ૫૦૦ ગ્રામ • ગંઠોડા ૧૦ ગ્રામ • ધોળી મૂસળી ૫ ગ્રામ • કાળી મૂસળી ૫ ગ્રામ • શતાવરી ૧૦ ગ્રામ • અશ્વગંધા ૧૦ ગ્રામ • કેસર થોડાક તાંતણા

રીતઃ સૌપ્રથમ બદામને ક્રશ કરીને તેનો ભુક્કો કરી લો. એક નોનસ્ટિક પેનમાં ગુંદર ડૂબે તેટલું ઘી લઇને ગરમ કરો અને ગુંદરને તળી લો. ગુંદર ઠંડો પડ્યા બાદ તેનો ભુક્કો કરી લો. ઘીમાં રવાને શેકી લો. બદામી રંગનો થાય એટલે કોપરાના છીણને પણ શેકો. રવાના મિશ્રણમાં બુરુ ખાંડ અને તમામ સામગ્રી ઊમેરો અને હલાવો. આ પછી તેમાં બદામ અને ગુંદરનો ભુક્કો પણ ભેળવો. મિશ્રણ લચકા જેવું થાય એટલે થાળીમાં ઘી લગાવીને તેને પાથરો. કાજુ-બદામથી સજાવો. ઠંડુ પડ્યા બાદ ટુકડા કરી લો.

પૌષ્ટિક ગુંદરપાક...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.