ફરાળી ઉત્તપમ

ફરાળી ઉત્તપમ...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

સામગ્રી: સામો - 1 કપ • સાબુદાણા - અડધો કપ • દહીં - અડધો કપ • આદું-મરચાંની પેસ્ટ - 1 ચમચી • સમારેલું ટામેટું - 1 નંગ • સમારેલું કેપ્સિકમ - પા કપ • સમારેલી કોથમીર - 2 ચમચી
• સિંધાલુણ - સ્વાદ મુજબ
રીત: સામા અને સાબુદાણાને મિક્સરમાં ક્રશ કરી લો. તેમાં દહીં મિક્સ કરી ચારથી પાંચ કલાક આથો આવવા મૂકી દો. આથો આવે એટલે સ્વાદ મુજબ સિંધાલુણ અને આદું-મરચાંની પેસ્ટ મિક્સ કરો. જરૂર લાગે તો થોડું પાણી ઉમેરો. હવે નોનસ્ટિક પેનમાં નાનાં ઉત્તપમ પાથરી સમારેલું ટામેટું, કેપ્સિકમ અને કોથમીર ભભરાવો. બંને સાઈડ સરસ શેકી ગરમગરમ ઉત્તપમ ફરાળી ચટણી સાથે પીરસો.

ફરાળી ઉત્તપમ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.