ફરાળી ફોફતા કરી

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

સામગ્રીઃ (કોફતા માટે) દૂધીની છીણ - 1 કપ • ફરાળી લોટ - 1 કપ • આદું મરચાંની પેસ્ટ - 1 ચમચી • તેલ - 2 ચમચી • તલ - 1 ચમચી • હિંગ - પા ચમચી • લાલ મરચું પાઉડર - 1 ચમચી • સિંધાલૂણ - જરૂર મુજબ • ખાંડ - અડધી ચમચી • તેલ - તળવા માટે

(ગ્રેવી માટે) કાજુના ટુકડા - પા કપ • મગજતરીના બી - પા કપ • દૂધીના ટુકડા - 1 કપ • ઇલાયચી - 1 નંગ • તજનો ટુકડો - 1 નંગ • આખા મરી - પા ચમચી • લવિંગ - 2 નંગ • બટર - 2 ચમચી • આદું-મરચાંની પેસ્ટ - 1 ચમચી • ચાટ મસાલો - પા ચમચી • લાલ મરચું પાઉડર - 1 ચમચી • પાણી - જરૂર મુજબ
રીતઃ સૌપ્રથમ દૂધીની છીણમાંથી બધું પાણી નિતારી લેવું. ત્યારબાદ તેમાં ફરાળી લોટ, દૂધીની છીણ અને કોફતા માટેનો બધો જ મસાલો અને તેલનું મોણ ઉમેરીને ગોળા વાળી શકાય તેવો માવો તૈયાર કરવો. જરૂર પડે પાણી ઉમેરો. તૈયાર કરેલા ગોળાને ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે ડીપ ફ્રાય કરી સાઈડ પર રાખો. આ ગોળાને મુઠીયાની જેમ પણ બનાવી અથવા તો તળેલા કોફતાને ચટણી સાથે પણ ખાઈ શકાય. હવે ગ્રેવી બનાવવા એક કપ પાણી ઉકાળવા મુકો. તેમાં ગ્રેવીની બધી જ સામગ્રી ઉમેરીને ઉકાળો. ગેસ બંધ કરી ઠંડુ પડે એટલે તેને મિક્સર જારમાં ક્રશ કરીને પેસ્ટ બનાવી ગાળી લો. જરૂર મુજબ પાણી ઉમેરી ગ્રેવીને જોઈએ એવી જાડી કે પાતળી રાખો. હવે કડાઈમાં તેલ મૂકીને જીરુંનો વઘાર કરી ગ્રેવી ઉમેરો બેથી ત્રણ મિનિટ માટે ઉકાળો. અગાઉ બનાવેલા કોફતા ઉમેરીને એક મિનિટ માટે ગેસ પર રાખી ગેસ બંધ કરી પ્લેટમાં સર્વ કરો.

ફરાળી ફોફતા કરી
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.