ફરાળી મૂઠિયાં

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન
સામગ્રીઃ બાફેલાં બટાટા - ૩ નંગ • સિંગદાણા - અડધો કપ • રાજગરાનો લોટ – ૩ ચમચી • પલાળેલાં સાબુદાણા - પા કપ • મીઠું - સ્વાદ મુજબ • ખાંડ – ૨ ચમચી • લીંબુનો રસ – દોઢ ચમચી • મરી પાવડર – અડધી ચમચી • આદું-મરચાંની પેસ્ટ – ૨ ચમચી • તલ – ૧ ચમચી, • લીલાં કોપરાંની છીણ – ૨ ચમચી • દહીં - લોટ બાંધવા માટે જરૂરત મુજબ • તેલ – તળવા માટે
રીતઃ બટાકાને નાના સમારીને બાજુ પર રાખો. સિંગદાણાનો ભૂકો કરો. બટાકા, સાબુદાણા અને રાજગરાનો લોટ તેમજ અન્ય સામગ્રી મિક્સ કરીને દહીં વડે લોટ બાંધી એને લંબગોળ આકાર આપો. સોનેરી રંગના તળો અને પછી પીરસો.
