ફરાળી હરાભરા કબાબ

ફરાળી હરાભરા કબાબ...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન

સામગ્રીઃ કાચા કેળાં (બાફેલાં) ૪-૫ નંગ • બાફેલું બટેટું ૧ નંગ • પનીર ૫૦ ગ્રામ • શીંગોડાનો લોટ જરૂર પ્રમાણે • મીઠું ટેસ્ટ પ્રમાણે • મરી પાવડર ૧/૨ ટી સ્પૂન • શેકેલા જીરુનો પાવડર ૧ ટી-સ્પૂન • સંચળ પાઉડર ૧/૨ ટી સ્પૂન • લીલા મરચાં (ઝીણા-સમારેલાં) ૨ નંગ • લીંબુનો રસ ૧ ચમચી • કાજુ પાવડર ૧ કપ • તેલ તળવા માટે

સામગ્રીઃ સૌ પહેલા બાફેલાં કેળાં અને બટાકાને છીણીને મિક્સ કરવા. હવે તેમાં લીલા મરચા, છીણેલું પનીર ઉમેરવું. ત્યાર બાદ તેમાં મીઠું, મરી પાવડર, સંચળ પાવડર, લીંબુનો રસ અને કાજુ પાવડર નાખીને મિક્સ કરો. હવે કોથમીર-ફુદીનાની પેસ્ટ નાખીને મિક્સ કરો. ત્યાર બાદ તેમાં બાઈન્ડીંગ આવે એટલો જ શીંગોડાનો લોટ મિક્સ કરીને મિશ્રણ અડધા કલાક માટે ફ્રીજમાં મૂકી દેવું. આ મિશ્રણમાંથી નાની સાઇઝના ગોળા વાળીને કબાબનો શેઇપ આપી દેવો. તેલ ગરમ કરીને તેમાં કબાબને તળવા અથવા શેલો ફ્રાય કરવા. હરાભરા કબાબને આમલીની ચટણી સાથે સર્વ કરો.

ફરાળી હરાભરા કબાબ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.