બેક્ડ પોટેટો

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

સામગ્રી: મોટા બટાકા - ૪ નંગ • બ્લેક ઓલિવ ૨-૩ ચમચી • માખણ - ૨ ચમચી • બટર - ૨ ચમચી • મોઝરેલા ચીઝ - અડધો કપ • ગાર્લિક પાઉડર - અડધી ચમચી, • પ્રોસેસ્ડ ચીઝ - અડધો કપ • મરી પાઉડર - ૧ ચમચી • ઓરેગાનો - ૧ ચમચી • લીલી ડુંગળી - અડધો કપ • મીઠું - સ્વાદ મુજબ
રીત: સૌપ્રથમ બટાકાને બે ભાગમાં કાપી લો. તેને પાણી ભરેલા એક બાઉલમાં નાંખી બાજુમાં રહેવા દો. હવે એક કડાઈમાં બટર મૂકી સહેજ ઓગળે એટલે સમારેલી લીલી ડુંગળી સાંતળો. તેમાં ગાર્લિક પાઉડર, મરી પાઉડર, ઓરેગાનો અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીને તરત ગેસ બંધ કરી દેવો. હવે બેકિંગ ડિશમાં બટર લગાવીને ગ્રીસ કરી લો. બટાકાની ઉપર ડુંગળીનું તૈયાર કરેલ મિશ્રણ અને તેના ઉપર પ્રોસેસ્ડ ચીઝ અને ત્યારબાદ મોઝરેલા ચીઝ ભભરાવી તૈયાર કરવું. તેના ઉપર બ્લેક ઓલિવ અને માખણ મૂકી પ્રીહિટેડ ઓવનમાં ૨૦૦ ડિગ્રી તાપમાન પર ૨૫ મિનિટ માટે બેક કરો. સ્વાદિષ્ટ બેક્ડ પોટેટો ચીઝ અને લીલી ડુંગળીનાં કોમ્બિનેશનમાં ખૂબ જ ભાવશે.

બેક્ડ પોટેટો
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.