બેબી કોર્ન - પનીર સબ્જી

બેબી કોર્ન - પનીર સબ્જી...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન

સામગ્રીઃ ૩/૪ કપ - હાફ બોઇલ્ડ પાતળી સ્લાઈસ કરેલા બેબી કોર્ન • ૩/૪ કપ - સ્લાઈસ કરેલા પનીરના ટુકડા (દોઢથી બે ઈંચના) • ૨ ટેબલસ્પૂન - તેલ • ૧/૨ કપ - પાતળી સ્લાઈસ કરેલાં કાંદા • ૧/૨ કપ - પાતળી સ્લાઈસ કરેલાં શિમલાં મરચાં • ૧/૨ કપ - પાતળા સ્લાઈસ કરેલાં ટામેટાં • ૧ ટીસ્પૂન - જીરા પાવડર • ૧/૨ ચમચી - મરચાં પાવડર • ૨ ટેબલસ્પૂન - ઝીણી સમારેલી કોથમીર • દોઢ ચમચી - તાજું ક્રીમ • ૧/૨ ચમચી - કસૂરી મેથી • દોઢ ચમચી - ટોમેટો કેચઅપ • મીઠું - સ્વાદ અનુસાર

રીતઃ એક ખુલ્લા નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરીને તેમાં કાંદા મેળવીને મધ્યમ તાપ પર એકથી બે મિનિટ સુધી સાંતળી લો. આ પછી તેમાં બેબીકોર્ન અને શિમલાં મરચાં મેળવીને મધ્યમ તાપ પર વધુ બે મિનિટ સાંતળી લો. પછી તેમાં ટામેટાં ઉમેરીને મધ્યમ તાપ પર વધુ એકથી બે મિનિટ સુધી સાંતળી લો. તે પછી તેમાં જીરાં પાવડર, મરચાં પાવડર, કોથમીર, તાજું ક્રીમ, કસુરી મેથી, ટોમેટો કેચઅપ અને મીઠું મેળવીને મિક્સ કરો અને મધ્યમ તાપ પર બે મિનિટ સુધી વચ્ચે વચ્ચે હલાવતા રહી સાંતળી લો. છેલ્લે તેમાં પનીર મેળવો. એકદમ મિક્સ કરો અને મધ્યમ તાપ પર બે મિનિટ સુધી વચ્ચે વચ્ચે હલાવતા રહી રાંધી લો.

બેબી કોર્ન - પનીર સબ્જી...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.