બ્રેડ સમોસાં

બ્રેડ સમોસાં...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન

સામગ્રીઃ બ્રેડ સ્લાઇસ - જરૂર મુજબ • બાફેલા બટાટા - ૩-૪ નંગ • સમારેલી ડુંગળી - ૧ કપ • બાફેલા વટાણા - અડધો કપ • સમારેલી કોથમીર – ૧ ચમચો • ગરમ મસાલો - અડધી ચમચી • આમચૂર – ૧ ચમચી • લીલા મરચાં - ૨ નંગ • જીરું - ૧ ચમચો • ચાટ મસાલો - સ્વાદ મુજબ • મીઠું અને તેલ – જરૂર મુજબ

રીતઃ બાફેલા બટાટાનો છૂંદો કરો. એક પેનમાં બે ચમચા તેલ ગરમ કરીને તેમાં જીરાનો વઘાર કરો. તેમાં બારીક સમારેલી ડુંગળી અને લીલાં મરચાને થોડી વાર સાંતળો. તેમાં વટાણા અને બટાકાનો છૂંદો મિક્સ કરો. આમચૂર, ધાણા પાઉડર, ચાટ મસાલો ભેળવો. બે મિનિટ રાખીને પછી કોથમીર નાખીને આંચ પરથી ઉતારી લો. બ્રેડની કિનારી કાપી તેને સહેજ વણીને ત્રિકોણ આકારમાં કાપી લો. હવે બ્રેડની કિનારી પર પાણી લગાવી તેનો કોન જેવો શેપ બનાવો. આમાં બટાકાનું સ્ટફિંગ ભરીને કિનારીએ પાણી લગાવી તેને ચોંટાડીને બંધ કરી દો. આ સમોસાંને મધ્યમ આંચે બ્રાઉન થાય સુધી તળો. લીલી ચટણી કે સોસ સાથે સ્વાદ માણો.

બ્રેડ સમોસાં...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.