મગ દાળ - પાલકનું શાક

મગ દાળ - પાલકનું શાક...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

સામગ્રી: પાલક - 1 કપ • મગ દાળ -અડધો કપ • સમારેલી ડુંગળી - 1 નંગ • સમારેલું લીલું મરચું - 1 નંગ • સમારેલું ટામેટું - 1 નંગ • આદું-લસણ પેસ્ટ - 1 ચમચી • લાલ મરચું પાઉડર - અડધી ચમચી • હળદર - પા ચમચી • ગરમ મસાલો - પા ચમચી • ધાણાજીરું - અડધી ચમચી • મીઠું - સ્વાદ મુજબ • તમાલપત્ર - 1 નંગ • તેલ - 2 ચમચી
રીત: મગની દાળને અડધો કલાક પલાળી દો. પાલકને બાફી લો. કડાઈમાં તેલ ગરમ મૂકીને તમાલપત્ર - હિંગને વઘારમાં મૂકી ડુંગળી અને આદું-લસણની પેસ્ટ સાંતળો. તેલ છૂટે એટલે ટામેટાં, મીઠું, હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું અને ગરમ મસાલો ઉમેરો. પલાળેલી દાળ મિક્સ કરીને એક ગ્લાસ પાણી રેડી ઢાંકીને ચઢવા દો. બાફેલી પાલક મિક્સ કરીને વધુ બે મિનિટ થવા દો. પાલક-દાળનું શાક રોટલી અને ઢીલા ભાત સાથે પીરસો.

મગ દાળ - પાલકનું શાક...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.