મગ દાળનો હાંડવો

મગ દાળનો હાંડવો...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

સામગ્રી: મગની દાળ - 1 કપ • ચોખાનો લોટ - 2 ચમચી • સમારેલી ડુંગળી - 1 નંગ • લસણ - 5 કળી • લીલા મરચાં - 4 નંગ • આદુ - નાનો ટુકડો • સમારેલી કોથમીર - 2 ચમચી • હળદર - અડધી ચમચી • લાલ મરચું પાઉડર - 1 ચમચી • હિંગ - પા ચમચી • જીરું - 1 ચમચી • મીઠું - સ્વાદ મુજબ • ઈનો - 1 ચમચી • વઘાર માટે: તજ, લવિંગ, સૂકા લાલ મરચાં, સીંગદાણા, તલ, કોથમીર
રીત: મગની દાળને પાણીમાં ત્રણેક કલાક પલાળી રાખ્યા બાદ દાળમાંથી પાણી નિતારીને આદું, મરચાં અને લસણ સાથે મિક્સરમાં કરકરી પીસી લો. તૈયાર થયેલા ખીરામાં હળદર, મીઠું, લાલ મરચું પાઉડર, જીરું, હિંગ, સમારેલી ડુંગળી અને ચોખાનો લોટ ઉમેરીને બરાબર ફીણવું. હવે તેમાં ઇનો મિક્સ કરી લો. હવે એક નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં ખીરું રેડો. ઢાંકીને પાંચ મિનિટ પકાવો. હવે તેની સાઈડ પલટાવી લો અને વઘાર માટેની સામગ્રીમાંથી વઘાર તૈયાર કરીને રેડો. ઢાંકીને વધુ પાંચ મિનિટ પકાવો. ટુથપીક વડે ચેક કરો. ગરમગરમ હાંડવાને પીસ કરીને સર્વ કરો.

મગ દાળનો હાંડવો...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.