મસાલા વડાં

મસાલા વડાં...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન

સામગ્રીઃ ચણાની દાળ – ૧ કપ • આદું - નાનો ટુકડો • સમારેલો ફૂદીનો ૮થી ૧૦ પાન • વરિયાળી - ૧ ચમચો • સમારેલી કોથમીર – ૧ ચમચો • સમારેલી ડુંગળી - અડધો કપ • લીમડો - ૧૦ પાન • રવો - દોઢ ચમચી • લીલાં મરચાં - ૧ નંગ • લસણ – ૩ કળી • મીઠું - સ્વાદ મુજબ • તેલ – તળવા માટે

રીતઃ ચણાની દાળને ધોઈ બે કલાક માટે પલાળી રાખો. પલાળેલી ચણાની દાળ, લીમડો, આદું, લસણ, લીલાં મરચાંને અધકચરાં ક્રશ કરી લો. એક બાઉલમાં ફૂદીનો, કોથમીર, ડુંગળી, રવો અને મીઠું મિક્સ કરો. વડાંનું થોડું મિશ્રણ હાથમાં લઈ તેના ગોળા વાળી, પછી ચપટો આકાર આપો. એક કડાઈમાં તેલ ગરમ કરો. વડાંને બંને તરફ બ્રાઉન રંગના થાય ત્યાં સુધી મધ્યમ આંચે તળી લો. લીલી ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો.

મસાલા વડાં...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.