મસાલા સીંગ

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન
સામગ્રીઃ સીંગદાણા - ૨૫૦ ગ્રામ • ઘી- ૧ ચમચો • મરીનો ભૂક્કો - ૧ ચમચી • શેકેલાં જીરાંનો પાવડર – ૧ ચમચી • મરચું પા ચમચી
રીતઃ એક પેનમાં સીંગદાણાને ધીમી આંચે શેકી લો. તે ઠંડા થાય એટલે હાથથી મસળીને તેનાં ફોતરાં કાઢી નાંખો. પેનમાં તેલ ગરમ કરો અને તેમાં બધો મસાલો નાંખો. તે પછી સીંગદાણા નાંખીને ચમચાથી સારી રીતે મિક્સ કરો. બધાં સીંગદાણાને મસાલો સારી રીતે ચોંટી જાય એ રીતે મિક્સ કરો. ત્યારબાદ એક પ્લેટ કે થાળીમાં કાઢી તેને ઠંડા થવા દો. એક એરટાઈટ કન્ટેનરમાં ભરી દો અને ઈચ્છા થાય ત્યારે ખાવ.
