મિક્સ મસાલા સ્પ્રાઉટ્સ

મિક્સ મસાલા સ્પ્રાઉટ્સ...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન

સામગ્રીઃ ફણગાવેલાં મિક્સ કઠોળ – ૧ કપ • સમારેલી ડુંગળી - ૧ નંગ • સમારેલાં ટામેટાં - ૧ નંગ • સમારેલાં મરચાં ૨થી ૩ નંગ • હળદર – પા ચમચી • જીરું - પા ચમચી • હિંગ – ચપટી • ગરમ મસાલો અડધી ચમચી • મીઠું - સ્વાદ મુજબ • લીંબુનો રસ જરૂર મુજબ • તેલ – ૨ ચમચા • સમારેલી કોથમીર – ૧ ચમચો

રીતઃ પેનમાં તેલ ગરમ કરીને હિંગ અને જીરાંનો વઘાર કરો. તે પછી સમારેલી ડુંગળી ઉમેરીને આછા બદામી રંગની થાય ત્યાં સુધી સાંતળો. આદું-લસણની પેસ્ટ નાંખીને સાંતળો. પછી તેમાં મરચાં, ટામેટાં, હળદર અને મીઠું નાંખીને સિઝવા દો. તેમાં ફણગાવેલાં મિક્સ કઠોળ નાંખીને હલાવો. ધીમી આંચે થોડી વાર ઢાંકીને ચડવા દો. વચ્ચે વચ્ચે ઢાંકણું ખોલીને હલાવતા રહો. જ્યારે કઠોળ બધું સારી રીતે ચડી જાય ત્યારે આંચ ઉપરથી ઉતારી લો. તેના પર ગરમ મસાલો ભભરાવો અને લીંબુનો રસ નીચોવો. છેલ્લે કોથમીર ભભરાવી સર્વ કરો.

મિક્સ મસાલા સ્પ્રાઉટ્સ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.