મિર્ચી વડાં

મિર્ચી વડાં...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...

​​​​​​સામગ્રી: ઘોલર મરચાં - 5થી 7 નંગ • બાફેલા બટાકાનો માવો - 3 નંગ • લીલાં મરચાંની પેસ્ટ - અડધી ચમચી • લાલ મરચું પાઉડર - અડધી ચમચી • હળદર - અડધી ચમચી • આખાં ધાણાં - 1 ચમચી • શેકેલા સીંગદાણાનો ભૂકો - 1 ચમચી • લીંબુનો રસ - અડધી ચમચી • આમચૂર પાઉડર - અડધી ચમચી • મરી પાઉડર - પા ચમચી • સમારેલી કોથમીર - 1 ચમચી • મીઠું - સ્વાદ મુજબ.
(ખીરા માટે) ચણાનો લોટ - 1 કપ • કોર્ન ફ્લોર - 2 ચમચી • લાલ મરચું પાઉડર - અડધી ચમચી • હળદર - પા ચમચી • અજમો - પા ચમચી • મરી પાઉડર - પા ચમચી • બેકિંગ સોડા - પા ચમચી • ઝીણી સમારેલી કોથમીર - અડધી ચમચી • મીઠું - સ્વાદ મુજબ
રીત: સૌપ્રથમ મરચાંને ધોઈ, કાપાં પાડીને બીયાં કાઢી લેવા. એક બાઉલમાં ખીરું બનાવવા માટેની સામગ્રી ભેગી કરીને બરાબર મિક્સ કરી લો. સ્ટફિંગ માટેની બધી સામગ્રી બરાબર મિક્સ કરીને મરચાંમાં સ્ટફિંગ ભરી લો. હવે તેલ ગરમ થાય એટલે ભરેલાં મરચાં ખીરામાં બોળીને તળી લો. તૈયાર છે ગરમાગરમ મિર્ચી વડા.

મિર્ચી વડાં...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.